નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સિતારમણ સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં જ નાણામંત્રીએ યુનિયન બજેટ માટેની મોબાઇલ એપ લોંચ કરી હતી. એપને આર્થિક મામલાના વિભાગની દેખરેખ હેઠળ રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર તરફથી ડેવલપ કરવામાં આવી છે. આ મોબાઇલ એપના માધ્યમથી સાંસદો ઉપરાંત કોઈ ફણ ડિજિટલી બજેટ ડોક્યુમેન્ટ્સ સરળતાથી વાંચી શકે છે.

બજેટ પહેલા યુનિયન બજેટ મોબાઇલ એપને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લોંચ કરવામાં આવી છે. કોરોના કાળમાં બજેટ પેપર્સની પ્રિન્ટ કાઢવામાં આવી નથી. આજે નાણામંત્રી બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ પેપર એપ પર ઉપલબ્ધ થશે.

Union Budget Appમાં શું છે ખાસ

Union Budget Appની મદદથી યુજર્સ બજેટના ડોક્યુમેન્ટ સર્ચ કરી શકે છે, તેમજ ડાઉનલોડ પણ કરી શકે છે. એટલું જ નહીં, આની પ્રિન્ટ ફણ કાઢી સકાશે. આ સાથે જરૂરી એક્સર્ટનલ લિંક અને કન્ટેન્ટ ટેબલ પણ ઉપલબ્ધ છે. યુજર્સની સુવિધા માટે આ એપ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. તમામ 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજ, જેમાં વાર્ષિય નાણાકીય વિવરણ, અનુદાનની માંગ અને વિત્ત વિધેયક મોબાઇલ એપ પર ઉપલબ્ધ થશે.

એપ કેવી રીતે કરશો ડાઉનલોડ
Union Budget App એન્ડ્રાઇડ યુઝર Google Play Store પર જઈને ડાઉનલોડ કરી શકે છે. જ્યારે એપલ આઇફોન યુઝર iOS પર Apple એપ સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરી શકે છે. આ સાથે જ કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ www.Indiabudget.Gov.In પરથી પણ બજેટ ડાઉનલોડ કરી શકો છો.