વડોદરાઃ વડોદરાની એક યુવતીને પોતાના બનેવી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. બંને બહેનની હાજરીમાં રંગરેલિયાં મનાવતાં અને શરીર સુખ માણતાં હતાં. યુવતીની બહેને થેડા સમય સુધી સહન કર્યા પછી કંટાળીને  ઘર છોડી દીધું હતું. બહેન જતી રહેતાં યુવતી પણ પોતાનાં ત્રણ સંતાનો તથા પતિને છોડીને બનેવી સાથે તેમના ઘરે જ રહેવા આવી ગઈ હતી અને ત્રણ વર્ષનો મૈત્રી કરાર કરીને લિવ ઈનમાં રહેવા લાગી હતી.


બનેવીએ યુવતી પોતાને છોડીને ના જતી રહે એ માટે તેના દાગીના પોતાની પાસે રાખ્યા હતા. ત્રણ વર્ષ પૂરાં થતાં યુવતીએ દાગીના માગતાં બનેલીએ દાગીના ગિરવે મૂકીને ઘર ચાલતું હોવાનો ઘટસ્ફોટ કરીને દાગીના પાછા નહીં મળે એવું કહી દીધું હતું. યુવતી આ વાત કોઈને કરે નહીં એટલે બનેવીએ યુવતીને ઘરમાં પૂરીને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને અત્યાચાર ગુજારવા માંડ્યા હતા. યુલતીએ કંટાળીને અભયમ્ હેલ્પલાઈનની મદદ લેતાં પોલીસે છેવટે યુવતીને મુક્ત કરાવી છે.

વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી આ ત્રણ સંતાનોની માતા એવી યુવતીને પતિરાઈ બહેનના  પતિ એવા બનેવી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બહેન દામ્પત્યજીવન બચાવવા માટે આખ આંડા કાન કરતી હતી. બહેનની મજબૂરીનો જીજાજી અને સાળીએ પૂરેપૂરો લાભ ઉઠાવી ખુલ્લેઆમ રંગરેલિયા મનાવવા માંડ્યા હતા. આ અંગે બહેન-બનેવી વચ્ચે ઝગડા શરૂ થયા હતા. બહેને યુવતીને પોતાના પતિ સાથેના સંબંધોનો અંત લાવવા કહ્યું હતું પણ યુવતીએ ઈન્કાર કરી દેતાં બહેન પોતાનાં બાળકો સાથે અલગ રહેવા ચાલી ગઈ હતી. બહેન જતી રહેતાં યુવતી ત્રણ સંતાન અને પતિને છોડી જીજાજી સાથે ત્રણ વર્ષનો મૈત્રી કરાર કરી ડભોઇ રોડની સોસાયટીમાં રહેવા આવી ગઈ હતી. મૈત્રી કરારનો સમય પૂરો થવા આવતા યુવતીએ પોતાના દાગીના પરત માગ્યા હતા. જીજાજીએ આ દાગીના ગીરવે મુકીને ઘર ખર્ચ કર્યો હોવાનું જણાવી દાગીના નહીં આપતા બંનેના સંબંધમાં ભંગાણ પડ્યું હતું.

દરમિયાનમાં સાળી ભાગી ન જાય અને કોઇ કાર્યવાહી ન કરે એટલે બનેવીએ તેને  ઘરમાં પૂરી રાખવાનું શરૂ કર્યું હતું. બનેવીના ત્રાસથી કંટાળેલી સાળીએ અભયમની મદદ લેતા અભયમની ટીમે સાળી-બનેવીનું કાઉન્સેલિંગ કરી બંનેને અલગ કર્યાં છે. યુવતીએ પિયરમાં જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને સામાન અને કપડા અપાવીને પિયરમાં મોકલવામાં આવી હતી. યુવતીએ ફરિયાદ કરવાનો ઇનકાર કરતા અભયમની ટીમે બનેવીને પણ સમજાવી દાગીના પરત કરવા જાણ કરી હતી.

Budget 2021: કોરોના કાળમાં પ્રથમ વખત આ રીતે રજૂ થશે બજેટ, જાણો વિગત

Budget 2021: બજેટ પહેલા કેન્દ્રીય રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે ઘરે કરી પૂજા, જુઓ તસવીરો

IND v ENG: ઈંગ્લેન્ડ ભારત પ્રવાસમાં કઈ જગ્યાએ રમશે ટેસ્ટ, વન ડે અને ટી-20, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ