Ideas of India Summit 2023: રેસલર વિનેશ ફોગાટે કહ્યું, આ કહેતા ઘણા વર્ષો લાગ્યા

Ideas of India 2023: : abpના આડિયાઝ ઓફ સમિટની બીજું એડિશન 24 ફેબ્રુઆરીથી મુંબઇમાં શરૂ થશે. જેમાં તમામ હસ્તી પ્રાસંગિક વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.

gujarati.abplive.com Last Updated: 24 Feb 2023 10:09 PM

બ્રેકગ્રાઉન્ડ

Ideas of India 2023: abpના આડિયાઝ ઓફ સમિટની બીજું એડિશન 24 ફેબ્રુઆરીથી મુંબઇમાં શરૂ થશે. જેમાં તમામ હસ્તી પ્રાસંગિક વિષય પર  પોતાના વિચારો રજૂ કરશે.જેમાં 60 થી વધુ વક્તાઓ ભાગ લેશેABP...More

'અમારી પાસે કુસ્તી સિવાય કંઈ નથી', વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટે એબીપીના મંચ પર કહ્યું કે અમે શિક્ષણ કરતાં કુસ્તી પર વધુ ધ્યાન આપ્યું છે. અવાજ ઉઠાવતા પહેલા, કુસ્તી છીનવાઈ જશે તેવો ભય ઘણો હતો, કારણ કે અમે એવા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ કે અમારા કુટુંબનું નામ કુસ્તી પરથી પડ્યું છે અને રહેવા માટે જે  સારી સુવિધાઓ જોઈએ તે તેમાથી મળી છે. હવે જો તે કુસ્તી ખતમ થઈ જશે, તો તે વસ્તુએ જાતીય ગેરવર્તણૂક પર અવાજ ઉઠાવતા ઘણી રોકી હતી, પરંતુ એક ડર હોય છે અને હું કહું છું કે તેની પણ એક મર્યાદા છે અને અમે તે મર્યાદા ઓળંગી હતી. અમે ઘણી યાતનાઓ સહન કરી છે અને મેં અંગત રીતે ઘણું સહન કર્યું છે કારણ કે જ્યારે પણ કઈંક ખોટું થાય છે તો હું બોલું છું. તેમણે કહ્યું કે આ બોલવાની આદતે મારે 4-5 વર્ષ સુધી સહન કરવું પડ્યું.