Ideas of India 2023:પ્રખ્યાત ગાયક લકી અલી કોઈ પરિચયના મોહતાજ  નથી. સિંગરનું નામ 90ના દાયકામાં તેમના દ્વારા ગાયેલા ગીતોને કારણે દરેકના હોઠ પર હતું.


ગાયક અને ગીતના લેખક લકી અલીએ શુક્રવારે એબીપી નેટવર્કની વિશેષ ઇવેન્ટ 'આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2023'માં ભાગ લીધો હતો. ગાયકે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો ખુલ્લા મને આપ્યા હતા.  લકી અલીનું ઓ સનમ ગીત દરેકના હોઠ પર આજે પણ રમતુ  રહે છે. આ ગીત બનાવવા પાછળ પણ એક વાર્તા છે. લકી અલીએ આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં આની પાછળની  કહાણી પણ જણાવી હતી.


ઓ સનમ' વિશે વાત કરતા લકી અલીએ કહ્યું કે તેની પાછળ એક અલગ જ વાર્તા છે. તે સમયે રાજુ નામનો એક નાનો છોકરો હતો જે અનાથ હતો. જે કાશ્મીરમાં હતો. તે સમયે હું કાશ્મીરમાં હતો, હું મારું કામ કરતો હતો. કહેવાય છેને કે  'બાળપણનો રાજુ દરેકનો સાચો મિત્ર હતો'. આ એક ગીત હતું. આમ જ ચાલ્યું અને પછી દિલ તૂટી ગયું અને આ વાર્તા આગળ વધી. આ રીતે તે બનાવવામાં આવ્યું હતું.


લકીએ કર્યો હતો મુશ્કેલીનો સામનો


મુશ્કેલ સમય અને મુશ્કેલીઓનો સામનો કરવા વિશે વાત કરતા લકી અલીએ કહ્યું- મારા પિતાએ મને શીખવ્યું હતું કે તારે જે જોઈએ તે હાથ ઊંચો કરીને ખુદા પાસેથી માંગ જરૂર મળી જશે.


પિતાને યાદ કર્યા


પોતાના પિતાના છેલ્લા દિવસને યાદ કરતા લકી અલીએ કહ્યું કે, જ્યારે હું તેમના અંતિમ સમયે તેમને મળવા આવ્યો ત્યારે તેણે કહ્યું કે ભૌતિક વસ્તુઓની નજીક જવાનો પ્રયાસ ન કરો. આ વસ્તુઓ સુખ આપતી નથી. હું તેમને સાંભળતો રહ્યો


પિતાના પૈસાથી કાર્પેટ વેચવાનું શરૂ કર્યું


લકી અલીએ કહ્યું કે તેના પિતા મેહમૂદે તેને બિઝનેસ કરવા માટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. તેણે કહ્યું, "જેમાં અડધાની મેં કારપેટ ખરદી દુકાન નાખવા માટે  પરંતુ તે સમયે મારી માતાનો છેલ્લો સમય હતો. હું તેમની સાથે રહેવા માંગતો હતો. મેં કાર્પેટનો વ્યવસાય કર્યો કારણ કે હું પર્યાવરણ પ્રત્યે સભાન હતો. તે સમયે તેની જરૂરરત હતી


શા માટે લકી અલી બોલિવૂડથી દૂર રહે  છે


બોલિવૂડથી દૂર જવા વિશે વાત કરતા લકી અલીએ કહ્યું, "હું હંમેશા 3 મિનિટમાં વાર્તા બનાવીને ખુશ હતો. મોટી ફિલ્મો વિશે નહીં. તેથી જ મેં મોટી ફિલ્મો બનાવવા કરતાં ગીતો બનાવવાનું વધુ પસંદ કર્યું."


તેણે કહ્યું, "મેં બોલિવૂડમાં બહુ ઓછું કામ કર્યું છે, પરંતુ 'એક પલ કા જીના' ગીત મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતું. ત્યારપછી મેં એ.આર. રહેમાન સાથે કામ કર્યું. તેને સૂર અને કાંટેમાં અભિનય કરવાને બદલે ગાવાથી ખ્યાતિ મળી. પરંતુ તેમણે કહ્યું કે અભિનય સરળ છે તેના કરતા સંગીત સીખવું અઘરું છે.


ઓર્ગેનિક ખેતી માટે બેંગ્લોરમાં ઘર બનાવ્યું


ઓર્ગેનિક ફાર્મિંગને લઈને અલી અલીએ કહ્યું કે, મુંબઈ છોડીને બેંગ્લોરમાં રહેવા પાછળનો નિર્ણય એ હતો કે તે મુંબઈના પ્રદૂષણથી દૂર રહેવા માગે છે. તેણે કહ્યું, "ઓર્ગેનિક ખેતી વિશે એવું કંઈ ખાસ પ્લાનિંગ નથી, હું મારી સાથે કામ કરનારાઓ માટે શાકભાજી ઉગાડું છું, બીજું કંઈ નથી."


લકી અલીએ 'આ ભી જા'ને તેનું શ્રેષ્ઠ ગીત ગણાવ્યું


સુર ફિલ્મના તેના સુપર ડુપર હિટ ગીત 'આ ભી જા' વિશે વાત કરતા લકી અલીએ કહ્યું કે, આ ગીત તેણે બેસુરમાં ગાયું હતું. તેણે કહ્યું, મને લાગે છે કે બધો જ શ્રેય કરીમ સાહેબને જવો જોઈએ જેમણે મને આ ગીત ગાવાની પ્રેરણા આપી.


લકી અલી વિશે


19 સપ્ટેમ્બર 1958ના રોજ મુંબઈમાં જન્મેલા લકીનું સાચું નામ મકસૂદ મહમૂદ અલી છે. તેણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને એક પછી એક હિટ ગીતો આપ્યા છે અને તેથી જ 90ના દાયકામાં ગાયકનું નામ દરેકના હોઠ પર હતું. તેની અત્યાર સુધીની સમગ્ર કારકિર્દી શાનદાર રહી છે. પરંતુ તેમનું અંગત જીવન પણ એટલું જ મુશ્કેલીઓથી ભરેલું હતું. તેણે ત્રણ લગ્ન કર્યા પણ ત્રણેય ટક્યા નહીં. આ કારણે આજે તે એકલવાયું જીવન જીવી રહ્યાં છે.