PM Kisan Yojana Installment: પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ખેડૂતોને આ ભેટ આપી હતી. આ વર્ષનો આ પહેલો અને 16મો હપ્તો છે. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્ર સરકારે કહ્યું કે, આ પૈસા DBT દ્વારા લગભગ 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.


ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા નથી


જ્યાં કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાના પૈસા આવવાથી ખુશ છે, તો કેટલાક ખેડૂતો એવા પણ છે જેમના ખાતામાં આ રકમ પહોંચી નથી. આવા ખેડૂતો ખૂબ જ નારાજ છે અને સમજી શકતા નથી કે શા માટે તેમના ખાતામાં રૂ. 2,000 પહોંચ્યા નથી. આવા ખેડૂતો માટે સરકાર દ્વારા એક સુવિધા આપવામાં આવી રહી છે, જેના દ્વારા તેઓ તેમની સમસ્યાઓ દૂર કરી શકે છે.


આ કારણોસર હપ્તા અટકી શકે છે


પીએમ કિસાન યોજનાના પૈસા તમારા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં ઈ-કેવાયસી, તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક ન થવુ અને નામ કે દસ્તાવેજોમાં વિસંગતતાઓ જેવી બાબતોનો સમાવેશ થાય છે. જો તમે બધું બરાબર ભર્યું હોય અને તમે આ યોજના માટે પાત્ર છો તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો. સૌથી પહેલા તમે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો, અહીં તમે તમારા ખાતામાં પૈસા ન આવવાનું કારણ જાણી શકશો.


આ નંબર પર મદદ માટે પૂછો


જો તમારું સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં તમારા ખાતામાં રકમ આવી નથી, તો તમે pmkisan-ict@gov.in પર મેઈલ મોકલીને મદદ માટે પૂછી શકો છો. આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર - 155261 અને 1800115526, 011-23381092 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મદદ મળશે અને તમને જણાવવામાં આવશે કે સ્કીમના અટવાયેલા પૈસા કેવી રીતે મેળવવા.