Vinfast Clara Electric Scooter: વિયેતનામની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની વિનફાસ્ટે 2025માં ભારતીય બજારમાં પ્રવેશવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કંપનીએ તમિલનાડુ સરકાર સાથે થૂથુકુડીમાં 400 એકરનો EV મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે પહેલેથી જ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ ઇલેક્ટ્રિક એસયુવી, ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇલેક્ટ્રિક સાઇકલ માટે ભારત માટે 3 ડિઝાઇન પેટન્ટ રજિસ્ટર કર્યા છે.


કંપની લાવશે ઇલેક્ટ્રિક સ્કૂટર 
Vinfast VF3 સુપરમિની ઇલેક્ટ્રિક SUVની ડિઝાઇન પેટન્ટ પહેલાથી જ ઇન્ટરનેટ પર લીક થઈ ચૂકી છે. આ ઈલેક્ટ્રિક SUV એક વાર ફુલ ચાર્જ થયા પછી લગભગ 201 કિમીની રેન્જ ધરાવતો હોવાનો દાવો કરવામાં આવે છે. આ વિએતનામીઝ બ્રાન્ડ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર માટે જાણીતી છે, તેની પાસે સ્થાનિક બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની કેટેગરી પણ છે. Vinfast એ હવે ભારતમાં Vinfast Clara S ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ડિઝાઇન ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યું છે.


પાવરટ્રેન 
વિનફાસ્ટ ક્લેરા એસ હબ માઉન્ટેડ મોટરથી સજ્જ છે, જે 3kW પાવર જનરેટ કરવા માટે ટ્યૂન છે. તેની ટોપ સ્પીડ 78 kmph હોવાનો દાવો કરવામાં આવે છે, જે ભારતમાં લોકપ્રિય TVS iQube જેવી જ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3.5kWh LFP બેટરી છે, જ્યારે iQubeમાં Li-ion બેટરી પેક છે.


સ્પેશિફિકેશન અને કિંમત 
કંપનીનો દાવો છે કે, વિનફાસ્ટ ક્લેરા એસ ઈલેક્ટ્રિક સ્કૂટર 65 કિલોગ્રામના રાઈડર સાથે 30 કિમી પ્રતિ કલાકની ઝડપે સિંગલ ચાર્જ પર 194 કિમીની રેન્જ આપવામાં સક્ષમ હશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું વજન 122 કિલો છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 14-ઇંચના ફ્રન્ટ વ્હીલ સાથે આવે છે અને તેની સીટની ઊંચાઈ 760 mm છે. તે ડિસ્ક બ્રેક્સ અને 23-લિટર બૂટ સ્પેસથી સજ્જ છે. સ્થાનિક બજારમાં આ ઈ-સ્કૂટરની કિંમત 39,900,000 Vietnamese Dong છે, જે ભારતમાં 1.34 લાખ રૂપિયાની બરાબર છે.


 


ઓલાએ લોન્ચ કર્યું મોટા બેટરી પેકવાળુ S1X ઈલેક્ટ્રિક સ્કૂટર, મળશે 190 કિલોમીટર સુધીની રેન્જ


Ola ઈલેક્ટ્રીકએ S1X ઈલેક્ટ્રીક સ્કૂટરને 4kWh બેટરી પેક સાથે લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે Ola S1X 4kWh બેટરી પેક સાથે સિંગલ ચાર્જ પર 190 કિમી સુધીની રેન્જ ધરાવશે. આ ટોપ-સ્પેક Gen-2 S1 Pro કરતાં માત્ર 5 કિમી ઓછું છે. આ બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 6 કલાક 30 મિનિટનો સમય લાગે છે.


ola s1x સ્પેસિફિકેશન


Ola S1X ના મોટા બેટરી પેક સિવાય, તે નાના બેટરી પેક સાથે હાલના મોડલ જેવું જ દેખાય છે. તેનું વજન 112 કિલો છે, જે S1 કરતા 4 કિલો વધારે છે Ola કોઈપણ વધારાના ચાર્જ વિના ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 8 વર્ષ/80,000 કિમીની સ્ટાન્ડર્ડ બેટરી વોરંટી પણ ઓફર કરી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકો માત્ર રૂ. 4,999માં 1 લાખ કિલોમીટરની વિસ્તૃત વોરંટી અને માત્ર રૂ. 12,999માં 1.25 લાખ કિલોમીટરની વિસ્તૃત વોરંટી પણ પસંદ કરી શકે છે.


ઓલા સર્વિસ સેન્ટર વધારશે


ઓલાએ પણ જાહેરાત કરી છે કે તે તેના સર્વિસ સેન્ટરોની સંખ્યામાં 50 ટકા વધારો કરશે. કંપનીએ એપ્રિલ 2024 સુધીમાં દેશભરમાં 600 સર્વિસ સેન્ટરો ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. માત્ર સર્વિસ સેન્ટરો જ નહીં, ઓલા ઈલેક્ટ્રીક જૂન 2024 સુધીમાં તેના પબ્લિક ચાર્જિંગ નેટવર્કને વર્તમાન 1000 ચાર્જર્સથી વધારીને 10,000 સુધી પહોંચાડવાનું પણ આયોજન કરી રહી છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI