તેમણે ઉમેર્યું હતું કે, આ સમયે જેઓ લાપરવાહી રાખી રહ્યા છે, તેઓ સમજતા નથી કે તેઓ કોરોના સામેની લડાઇને નબળી પાડી રહ્યા છએ. આવા લોકોને લાપરવાહી રાખતા રોકવા પડશે અને નિયમોનું પાલન કરવું પડશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા લડતા આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એવી ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાં તાવ-શરદી-ખાંસીના કેસો વધે છે. જો કોરોનાથી થનારા મૃત્યુદરને જોઇએ તો દુનિયાના અનેક દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ કંટ્રોલમાં છે. સમય પર કરાયેલા લોકડાઉન અને અન્ય નિર્ણયોએ ભારતના લાખો લોકોનો જીવ બચાવ્યો છે.