સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ પછી હવે સુરત જિલ્લાએ લોકોની ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે બપોર સુધીમાં સુરતના ગ્રામીણ વિસ્તારમાં વધુ 22 કેસ નોંધાયા છે.

જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કામરેજમાં 6 , ઓલપાડમાં 4 , ચોર્યાસીમાં 7 , બારડોલીમાં 2 ,પલસાણામા 2 અને માંડવીમાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે. ઓલપાડ તાલુકામા આંકડો 100ને પાર થઈ ગયો છે. જિલ્લામાં પોઝિટિવ કેસ સંખ્યા 547 થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 15ના મોત થયા છે.