દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાન આઇઆઇટી ખડરપુરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં કોરોનાનો ટેસ્ટ કર્યાં બાદ રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો. 31 વિદ્યાર્થી અને કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાન આઇઆઇટી ખડરપુરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં કોરોનાનો ટેસ્ટ કર્યાં બાદ રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો. 31 વિદ્યાર્થી અને કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત દરેક છાત્રો અને કર્મીને આઇસોલેટ કરાયા છે. આ સંક્રમિત વિદ્યાર્થીઓને આઇઆઇટીના સર આશુતોષ મુખર્જી હોલમાં રાખવામાં આવ્યા છે.આપને જણાવી દઇએ કે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના માટે ઓમિક્રોન વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ


 


 રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેઓ કોરોનાના હળવા લક્ષણો દર્શાવે છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાને ઘરની અંદર ક્વોરન્ટાઈન કરી લીધા છે.


દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું- હું કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. મેં મારી જાતને ઘરની અંદર ક્વોરેન્ટાઇન કર્યા છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ રાખવા જોઈએ અને પોતાનો ટેસ્ટ કરાવવો જોઈએ.


દિલ્હીમાં કોરોના બેકાબૂ બન્યો


છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4099 નવા કેસ નોંધાયા છે. સાડા 7 મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગયા વર્ષે 18 મેના રોજ 4482 કેસ નોંધાયા હતા. હાલમાં, દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસ 10,986 છે, જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 2008 છે. ઓમિક્રોનની અસર દિલ્હીમાં પણ ઘણી જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસમાં દિલ્હીમાં ઓમિક્રોનના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં 84 ટકા કોરોના કેસ ઓમિક્રોનના હતા.


DDMAએ બેઠક બોલાવી


રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં ઝડપી વધારો વચ્ચે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) આજે યોજાનારી તેની બેઠકમાં ચેપના ફેલાવાને રોકવા માટે વધુ નિયંત્રણો પર વિચાર કરી શકે છે. ડીડીએમએ, 29 ડિસેમ્બરે તેની છેલ્લી બેઠકમાં નિર્ણય લીધો હતો કે દિલ્હીમાં 'યલો એલર્ટ' હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો ચાલુ રહેશે કારણ કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે.