Ram Mandir Inauguration News: 22 જાન્યુઆરી સોમવાર 2024એ જ્યાં યુપીમાં અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરનું ઉદઘાટન થશે. તો દિલ્લીમાં પણ આપની સરકારે સમગ્ર રાજધાનીમાં વિશાળ શોભાયાત્રા નીકળવાનું આયોજન કર્યું છે. આટલુ જ નહિ સમગ્ર દિલ્લીમાં અનેક જગ્યાએ ભંડારાના આયોજન અતંર્ગત દિલ્લીવાસીને રસથાળ પીરસાશે.                                           


 એલજીએ રજાના પ્રસ્તાવ કાલે આપી હતી મંજૂરી


રામ મંદિર ઉદ્ધઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઇને કેજરીવાલ સરકારે 22 જાન્યુઆરીએ પહેલાથી અડધા દિવસની રજાની જાહેરાત કરી હતી. આ બાબતે સીએમ કેજરીવાલે એલજી વિનય સક્સેનાને એક પસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં દિલ્લીમાં સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજાની માંગણી હતી. એલજી વિનય સક્સેનાએ આ પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.                                                                                                                                             


રામલીલા અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની મહત્વને સમજતા અરવિંદ કેજરીવાલે 20 જાન્યુઆરીથી ગઇકાલથી 22 જાન્યુઆરી સુધી દિલ્લીમાં ભવ્ય રામલીલાનું આયોજન કર્યું છે. આજે રામલીલા જોવા માટે ખુદ સીએમ કેજરીવાલ પણ પહોંચશે. દિલ્લી સરકાર તરફથી રામલીલાનું આયોજન આઇટીઓની પાસે સ્થિત પ્યારેલાલ ઓડિટોરિયમમાં 22 જાન્યુઆરી સુધી થશે. ખાસ રામલીલા બધા માટે મફત છે. શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા સાંજે 4 થી 7 કલાક સુધી રામલીલાનું લાઈવ મંચન કરવામાં આવશે.


હિમાચલમાં આવતીકાલે આખો દિવસ રજા


આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત આસામ, છત્તીસગઢ, ઓડિશા, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્ય સરકારોએ પણ સરકારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. હવે હિમાચલ પ્રદેશની સુખુ સરકારે પણ 22 જાન્યુઆરી 2024ના રોજ આખા દિવસની રજા જાહેર કરી છે.