અમદાવાદમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ઓરીના ગત માસમાં 111 જ્યારે  ચાલુ માસમાં 160 કેસ નોંધાયા છે.  આંગણવાડી સેન્ટર ઉપર 5 વર્ષથી નીચેના બાળકોને વેક્સિનની કામગીરી શરૂ કરાશે


અમદાવાદમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ઓરીના ગત માસમાં 111 જ્યારે  ચાલુ માસમાં 160 કેસ નોંધાયા છે.  ઓક્ટોબર મહિનામાં 100 તો નવેમ્બર મહિનામાં 90 કેસ AMC માં નોંધાયા છે. આંગણવાડી સેન્ટર ઉપર 5 વર્ષથી નીચેના બાળકોને વેક્સિનની કામગીરી શરૂ કરાશે. તમામ હેલ્થ સેન્ટર અને આંગણવાડી સેન્ટર ઉપર 5 વર્ષથી નીચેના બાળકોને વેક્સિનની કામગીરી શરૂ કરાશે.


ઉધરસના ડ્રોપ્લેટથી ઓરી ફેલાઈ રહ્યો હોવાથી માતાપિતા બાળકોને ઘર બહાર મોકલતાં નથી,4 મહિનામાં ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા, સરસપુર વિસ્તારમાં નોંધાયા છે. સ્કૂલોમાં રસીકરણ શરૂ કરવા કેન્દ્રની આરોગ્ય ટીમનું સૂચન કર્યું છે.
બહેરામપુરામાં 58થી વધુ બાળકને રસી મૂકાઇ છે.. ઓક્ટોબર મહિનામાં 100 તો નવેમ્બર મહિનામાં 90 કેસ AMC માં નોંધાયાટ


અમદાવાદમાં ઓરીના કેસ વધતાં 9 વિસ્તારોમાં વેક્સિનેશન માટે 200 ટીમ ઉતારાઈ છે. સરખેજ, વેજલપુર, ગોમતીપુર સહિતના 9 વિસ્તારો હોટસ્પોટ હોવાનું સામે આવ્યું છે. ઓરી ઉપરાંત અન્ય પાણીજન્ય રોગોએ પણ માથું ઉચક્યું છે.  અમદાવાદમાં ઓરીના કેસમાં વધારાની સાથે , ઝાડા ઉલટી, ટાઈફોડ અને ડેન્ગ્યુના કેસો પણ વધ્યાં છે.


ઉલ્લેખનિય છે કે, 15 વર્ષથી નીચેના બાળકોમાં ઓરીનો ખતરો વધુ રહે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલા સર્વેમાં 500 માંથી 270 બાળકોને ઓરી છે. કોરોનાના કારણે ઓરીની રસી લેવામાં ન આવી હોવાથી ઓરીમાં વધારો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.

નવેમ્બર મહિનાના 20 દિવસમાં ઓરીના 90 કેસ નોંધાયા  હતા.  અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ 100 કેસ નોંધાયા હતા. અઢી મહિનામાં કેસનો આંક 270ને પાર કરી ગયો છે. સામાન્ય સંજોગોમાં દર મહિને ઓરીના માંડ 10 કેસ નોંધાયા છે તેના બદલે 100-100 કેસ નોંધાયા મ્યુનિ. કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. સરવે તેમજ વેક્સિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

તાજેતરમાં મ્યુનિ.એ કરેલા સરવે મુજબ શહેરમાં 5 હજારથી વધુ બાળકો એવા છે જેમણે ઓરીની રસી મુકાવી નથી. આ પાછળનું કારણ કોરોના હોવાનું માનવામાં આવે છે. કોરોનાને કારણે અન્ય રસીકરણ ઝુંબેશ બંધ થઈ ગઈ હતી. જેથી ઓરીની રસી પણ આપવામાં આવી ન હતી. તો કેટલાક કિસ્સામાં લોકો શહેર છોડી જતા રહ્યા હોવાને કારણે રસી મુકાવવા આવ્યા નહીં હોવાનું મ્યુનિ. અધિકારીઓનું કહેવું છે. બીજી તરફ મ્યુનિ.એ ટેસ્ટિંગની કામગીરી પણ વધારી છે. છેલ્લા 2 મહિનામાં 450 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 270ને ઓરી હોવાનું સ્પષ્ટ થયું હતું. દરેક આંગણવાડી પર ઓરીની રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

અઠવાડિયામાં 3 દિવસ વેક્સિનેશન શરૂ કરાયું
કેસની સંખ્યામાં વધારો થતાં મ્યુનિ.એ અઠવાડિયામાં 3 દિવસ સોમ, બુધ અને શુક્રવારે દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે વેક્સિનેશન શરૂ કર્યું છે. બીજી તરફ મ્યુનિ. દ્વારા ફોન કરીને પણ જે બાળકોએ રસી ન લીધી હોય તેમને રસી મુકાવવા જાણ કરવામાં આવે છે. જે હોટસ્પોટવાળા વિસ્તારમાં ઘરે ઘરે જઈને સર્વે શરૂ કરવામાં આવ્યો છે.