સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને  94 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા.  પુજારાએ  લડાયક  50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી.

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાન પર 57 રન બનાવી લીધા છે. આ દરમિયાન ઓપનર ડેવિડ વોર્નરને 13 રને આઉટ કરવાની સાથે જ અશ્વિને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિને વોર્નરને ટેસ્ટમાં 10મી વખત આઉટ કર્યો હતો. આ પહેલા અશ્વિન એલિસ્ટર કૂકને 9 વખત અને બેન સ્ટોક્સને 7 વખત આઉટ કરી ચુક્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં વોર્નરને સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના નામે નોંધાયેલો છે. બ્રોડે વોર્નરને 12 વખત પોતાનો શિકાર બનાવ્યો છે.



IND  v AUS:  સિડની ટેસ્ટમાં ભારત માટે માઠા સમાચાર, આ બે ખેલાડી નથી ઉતર્યા મેદાન પર, જાણો બીસીસીઆઈએ શું કહ્યું.....

તેંડુલકરની ડેબ્યૂ ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાએ નોંધાવ્યો આ શરમજનક રેકોર્ડ