કોરોના વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 1 માર્ચથી બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ થશે. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરનાને વેક્સિન અપાશે. તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારી હશે તેવા લોકોને પણ બીજા તબક્કામાં વેક્સિન અપાશે.


પ્રકાશ જાવડેકરે બીજા તબક્કાના વેક્સિનેશનની જાહેરાત કરતા જણાવ્યું કે,  1 માર્ચથી બીજા તબક્કાના વેક્સિનેશનમાં  10 હજાર સરકારી સેન્ટર પર વેક્સિન લગાવવા આવશે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન મળશે, ઉપરાંત 45 વર્ષથી મોટી ઉંમરના એવી વ્યક્તિને વેક્સિન આપવામાં આવશે, જે કોઇ ગંભીર બીમારીથી પિડીત હશે

દેશના 10 હજાર  સરકારી કેન્દ્રોમાં વેક્સિન ફ્રીમાં અપાશે, જો કે  ખાનગીમાં હોસ્પિટલમાંથી વેક્સિન લેશો તો તેના માટે કિંમત ચૂકવવી પડશે, વેક્સિન માટે કેટલી કિંમત ચૂકવવી પડશે તે મુદ્દે  ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે, 1 માર્ચથી 20 હજાર પ્રાઇવેટ સેન્ટરમાં વેક્સિનેશનની પક્રિયા શરૂ થશે.