જો કે મોદીની આ જાહેરાત પહેલાં જ દેશમાં 10 રાજ્યો લોકડાઉનને લંબાવવાની જાહેરાત કરી ચૂક્યાં છે. આ રાજ્યોમાં ઓડિશા, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, અરૂણાચલ પ્રદેશ, પુડુચેરી, મિઝોરમ અને મેઘાલયનો સમાવેશ થાય છે.
આ પૈકી પંજાબને બાદ કરતાં બાકીનાં નવ રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે જ્યારં પંજાબે એક દિવસ વધારે એટલે કે 1 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.
આ રાજ્યો પૈકી માત્ર અરૂણાચલ પ્રદેશ ભાજપ શાસિત રાજ્ય છે. આ સિવાયનાં બાકીનાં રાજ્યોમાં કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોનું શાસન છે.