નવી દિલ્હીઃ કાતિલ કોરોનાએ દેશના કેટલાક રાજ્યોમાં કોહરામ મચાવી મુક્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પીએમ મોદી દ્વારા અપાયેલા દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉનનો આજે છેલ્લો દિવસ છે.
24 માર્ચથી અપાયેલા 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનો આજે છેલ્લો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, હજુ પણ દેશમા કોરોનાનો કહેર યથાવત છે.
રિપોર્ટ પ્રમાણે, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 10363 થઇ ગઇ છે, અને મોતનો આંકડો 339 પર પહોંચ્યો છે. કુલ સંખ્યામાં 9048 લોકો હજુ પણ એક્ટિવ છે, જ્યારે 979 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
દેશમાં કોરોનાથી સૌથી ખરાબ હાલ મહારાષ્ટ્રની થઇ છે, મહારાષ્ટ્ર બાદ તામિલનાડુ અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોનાએ કોહરામ મચાવી દીધો છે.
લૉકડાઉનના પ્રથમ તબક્કાનો આજે છેલ્લો દિવસ, દેશમાં અત્યારે 10363 લોકો સંક્રમિત, 339 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2020 09:29 AM (IST)
24 માર્ચથી અપાયેલા 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનો આજે છેલ્લો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, હજુ પણ દેશમા કોરોનાનો કહેર યથાવત છે
પ્રતિકાત્મક તસ્વીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -