પ્રકાશ જાવડેકરે સરકારની સિદ્ધીઓ ગણાવતા કહ્યું, મોદી સરકારે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે કલમ 370 હટાવવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ત્રણ તલાક, પોસ્કો, સમાન વેતન સહિત વેપારી અને નાના દુકાનદારોને પેન્શન આપવા માટે મહત્વનો નિર્ણય લીધા છે. સરકારે જળસંચય માટે જળશક્તિ મંત્રાલયનું નિર્માણ કર્યુ છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ટ્વીટને લઈને પ્રકાશ જાવડેકરે કહ્યું, જે લોકો પોતે 100માંથી 90 દિવસ ક્યા હતા, એ ખબર નથી...તેમની ટીપ્પણી પર અમે શું કહી શકીએ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે કોઈ પણ વિકાસ વગર 100 દિવસ પૂર્ણ કરવા પર મોદી સરકારને શુભેચ્છા. જ્યારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર અર્થવ્યવસ્થા ચોપટ કરી મૌન છે.