મહારાષ્ટ્રના નાસિક પાસે એક મોટા ટ્રેન અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. ડાઉન લાઇન પર નાસિક નજીક લાહવિત અને દેવલાલી વચ્ચે ટ્રેન નંબર 11061 LTT-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતની માહિતી મળતાં જ એક્સિડન્ટ રિલિફ ટ્રેન અને મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ હતી. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ નાસિક પાસે ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેની માહિતી રેલવેને તાત્કાલિક અસરથી આપવામાં આવી હતી. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો આંકડો હજુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, આ ઉપરાંત કોઈના મોતના પણ સમાચાર નથી.


 






અકસ્માત બાદ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા



  • CMMT-022-22694040

  • CMMT- 022-67455993

  • નાશિક રોડ - 0253-2465816

  • ભુસાવલ - 02582-220167

  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ 54173


આ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાયું



  • 12617- નિઝામુદ્દીન મંગલા એક્સપ્રેસ

  • 12071- જાલના જનશતાબ્દી એક્સપ્રેસ

  • 12188- જબલપુર ગરીબરથ

  • 11071- વારાણસી એક્સપ્રેસ

  • 01027- LTT-ગોરખપુર સમર સ્પેશિયલ


આ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી


22221 નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ વાયા દિવા-વસાઇ