મહારાષ્ટ્ર: દેશમાં પોલિયોનું રસીકરણ પણ શરૂ થયું છે. મહારાષ્ટ્રના યવતમાલમાં રસીકરણમાં ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહી પાંચ વર્ષના 12 બાળકોને પોલિયાના બદલે સેનેટાઇઝરના ડ્રોપ્સ પિવડાવી દીધા. બાળકોની તબિયત બગડતાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.


હોસ્પિટલ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ હાલ બારેય બાળકોનું સ્વાસ્થ્ય સુધારા પર છે. માસૂમ પાંચ વર્ષના 12 બાળકોને સેનેટાઇઝર પિવડાવી દેતા બાળકોની તબિયત બગડી હતી. બાળકોના માતા પિતાએ આ મામલે ફરિયાદ કરી હતી.

ઘોર બેદરકારી બાદ આશા વર્કર, ડોક્ટર અને હેલ્થ વર્કને સસ્પન્ડ કરી દેવાયા છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના ચીફ એકઝ્ક્યુકેટિવ ઓફિસર શશિકાંન્ત પંચાલને ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં ઘટના મુદ્દે તપાસ કરી હતી. હોસ્પિટલે પણ તેમની ભૂલને સ્વીકારી છે. ઘટનાના પગલે ડોક્ટર, આશા વર્કર અને અન્ય એક હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરી દેવાયા છે.