સોનું-ચાંદી, વાસણો, લેધરનો સામાન સસ્તો થશે, જ્યારે મોબાઈલ, સોલર ઈન્વર્ટર અને કારો મોંધી થશે. સોલર ઇન્વર્ટર મોંઘું થશે, કારણ કે આના પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 15% વધારો કરાયો છે. મોબાઇલ, ફોન ચાર્જર અને હેડફોન પર આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો કરવામાં આવ્યો છે, જેથી આ વસ્તુઓ મોંઘી થશે. ઈમ્પોર્ટેડ કારો મોંઘી મળશે. કારણ કે ઓટોના સામાનપર કસ્ટમ ડ્યૂટી વધારીને 15% કરી દેવાઈ છે. એટલે કે તમે ઈમ્પોર્ટેડ કાર ખરીદશો તો તમારે 15% વધારે કિંમત આપવી પડશે.
સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણે જ્વેલરી સસ્તી થશે. સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે. તાંબા પર આયાત ડ્યૂટીમાં 2.5% ઘટાડો થયો છે. પસંદ કરેલા ચામડાને કસ્ટમ ડ્યૂટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ કારણે ચામડાની બનાવટ પણ સસ્તી થશે.
મોબાઈલ, ચાર્જર્સ, હેડફોન વધુ મોંઘાં થશે, કારણ કે સરકારે વિદેશથી આવતા મોબાઇલ અને સંબંધિત ઉપકરણો પરની આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો કર્યો છે. છેલ્લાં 4 વર્ષમાં સરકારે આ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં સરેરાશ 10% જેટલો વધારો કર્યો છે. આને કારણે દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન લગભગ ત્રણ ગણું વધી ગયું છે, પરંતુ આ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.