રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 13 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. આ તબક્કામાં ભાજપ તરફથી વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર કર્યો હતો. જ્યારે કોગ્રેસ તરફથી કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો.


વડાપ્રધાન મોદીએ 25 નવેમ્બરના રોજ ઝારખંડના ડાલ્ટનગંજ અને ગુમલામાં બે ચૂંટણી સભાઓ કરી હતી જેમાં રામ મંદિર નિર્માણ, રાષ્ટ્રીય સુરક્ષા અને જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવા, નક્સલવાદ અને વિકાસની વાત લોકો સમક્ષ મુકી હતી. આ તબક્કમાં 189 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 37 લાખ 83 હજાર 55 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે ઝારખંડની 81 વિધાનસભા ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થશે.