નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા 1295 કેસ નોંધાયા છે. આ સાથે જ દિલ્હીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19844 પર પહોંચી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં વધુ 13 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 473 પર પહોંચ્યો છે.




દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 416 લોકો અને  અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 8478 લોકો સ્વસ્થ થયા છે અને હાલ 10893 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય વિભાગના મુજબ, શનિવાર સુધી દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 416 હતી અને છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થતા કુલ સંખ્યા 473 પર પહોંચી છે.

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે કેંદ્ર સરકારના દિશાનિર્દેશ અનુસાર, રાજધાની દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા કરવા માટે જરૂરી સ્વાસ્થ્ય અને અન્ય ઉપાયોને કડકથી અમલ કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.