નવી દિલ્હી: ભારતીય રેલ 1 જૂનથી દેશભરમાં 200 ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં પાર્સલ અને સામાન બુકિંગની મંજૂરી આપવામાં આવશે.




રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 1 જૂનથી શરૂ થતી 200 ટ્રેન માટે રેલવેની વેબસાઈટ અને મોબાઈલ એપ અથવા રેલવે સ્ટેશનના કાઉન્ટર, પોસ્ટ ઓફિસ, યાત્રી ટિકિટ સુવિધા કેંદ્ર, ટિકિટ એજન્ટ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ અને કોમન સર્વિસ સેન્ટર્સથી ટિકિટનું બુકિંગ કરાવી શકે છે.

માત્ર કન્ફર્મ આરએસી ટિકિટ વાળા મુસાફરોને સ્ટેશનમાં આવવાની મંજૂરી હશે. મુસાફરોએ 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે. ટ્રેનના ભાડામાં કોઈપણ પ્રકારનું કેટરિંગ શુલ્ક સામેલ નહી હોય. મુસાફરી દરમિયાન ચાદર તકિયા આપવામાં નહી આવે.