17 જુલાઇએ પોલીસને જાણ થઇ હતી કે, ધારવાલી ગામની પાસેના જંગલમાં એક અજાણી લાશ પડી છે. પોલીસે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગઇ, અને લાશનુ પંચનામુ કરીને પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
મુંબઇ પોલીસના ઝૉનલ ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યુ કે, પોલીસને ખબર પડી કે 13 વર્ષનો છોકરો ગોરેગાવની આરે કોલોથી લાપતા છે. જેની ફરિયાદ આરે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે.
પોલીસ અનુસાર, મૃતક અને આરોપીના પરિવારજનો વચ્ચે ઘરની એક દિવાલને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો. જ્યારે પોલીસે પુછપરછ કરી ત્યારે આરોપી કરન બીરબલ બહાદુર 23 વર્ષનાએ 13 વર્ષના વિદ્યાસાગર કમલેશ યાદવને બદલો લેવાની ભાવનાથી પકડ્યો, અપહરણ કર્યુ અને બાદમાં જંગલમાં માથુ કાપીને હત્યા કરી નાંખી હતી. આરોપી વિદ્યાસાગરને ઓટો રિક્ષામાં બેસાડીને માલવણીના જંગલમાં લઇ ગયો હતો અને ધારદાર હથિયારથી તેનુ માથુ અલગ કરી દીધુ અને લાશને ત્યાં ફેંકીને નીકળી ગયો હતો. આ બન્નેના પરિવારજનો વચ્ચે માત્ર એક દિવાલને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો.