મુંબઈ: મહારાષ્ટ્રના 15 દર્દીઓ કે જેઓ કોરોના વાયરસ કોવિડ -19 થી સંક્રમિત હતા તેમની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. દર્દીઓને જલ્દીથી રજા આપવામાં આવશે. મહારાષ્ટ્ર આ કોરોના વાયરસના કારણે દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ સહન કરી રહ્યું છે, કુલ દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી ચૂકી છે.


એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં આ દર્દીઓની સ્થિતિ સારી થઈ છે. તેના તાજા સ્વેબના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે દર્દીઓને જલદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 513 થઇ ગઇ છે. જ્યારે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 101 કેસ નોંધાયા છે.

દિલ્હીમાં છેલ્લા 40 કલાકમાં કોરોના વાયરસનો એક પણ દર્દી સામે નથી આવ્યો. અત્યાર હાલમાં 23 દર્દીઓ છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં કોરોના વયારસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સારા સમાચાર છે, પરંતુ આપણે ખુશ થવું જોઈએ નહી. લડાઈ હજુ લાંબી છે.