નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં 30 હજારની નજીક પહોંચી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સાંજે આશરે સાડા પાંચ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં 29974 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. તેમાંથી 937 લોકોના મોત થયા છે અને 7027 દર્દીઓ સ્વસ્થ થયા છે.



દેશમાં કોરોના સંક્રમિત દર્દીનો સ્વસ્થ થવાનો આંકડો હાલ આશરે 23 ટકા છે, જેને સારી સ્થિતિ કહી શકાય છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે કોવિડ 19ના કેસ બેગણા થવાનો રેટ હવે 10.2 દિવસ છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ છેલ્લા 28 દિવસમાં 17 જિલ્લાઓમાં કોરોના વાયરસનો કોઈપણ નવો કેસ નથી નોંધાયો.

તેમણે પ્લાઝ્મા થેરેપીને લઈને કહ્યું કોવિડ 19ને લઈ દેશ અને દુનિયભરમાં કોઈ અપ્રૂવ થેરેપી નથી. પ્લાઝ્મા થેરેપી પ્રાયોગિક તબક્કામાં છે, પરંતુ એ દાવો કરવા માટે પર્યાપ્ત સાબિતી નથી કે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કોવિડ 19ની સારવાર માટે કરી શકાય.

આંધ્રપ્રદેશમાં 11259,અંદામાન નિકોબારમાં 33, અરૂણાચલ પ્રદેશમાં એક,આસામમાં 38, બિહારમાં 346,ચંડીગઢમાં 40,છત્તીસગઢમાં 37, દિલ્હીમાં 3108, ગોવામાં 7,ગુજરાતમાં 3548, હરિયાણામાં 296,હિમાચલ પ્રદેશમાં 40, જમ્મૂ-કાશ્મીરમાં 546 કોરોના પોઝિટિવ કેસ છે.