મુંબઇઃ કોરોના વાયરસે મહારાષ્ટ્ર રાજભવન સુધી પગપેસારો કરી દીધો છે. રાજભવનના 16 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા હડકંપ મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ ગર્વનર ભગત સિંહ કોશ્યારી ને પણ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, ગવર્નર આવાસમાં કોરોના સંક્રમણથી હડકંપ મચી ગયો છે. અહીં 16 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ પછી ગર્વનવર ભગત સિંહ કોશ્યારી આઇસૉલેશમાં આવી ગયા છે. કહેવાઇ રહ્યું છે કે કોશ્યારી થોડાક દિવસો સુધી કામ નહીં કરે. રાજભવનમાં કોઇપણ બહારના વ્યક્તિને પ્રવેશ કરવામાં પર રોક લગાવી દેવામાં આવી છે, અને આગામી આદેશ સુધી કોઇપણ મીટિંગ કરવામાં નહીં આવે તમામ મીટિંગોને સ્થગિત કરી દેવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે, રાજભવનમાં કુલ 100 લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, ત્યારબાદ અત્યાર સુધી 16 લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. રાજભવનમાં કોરોના સંક્રમણનો પહેલા કે કેસ તે સમયે સામે આવ્યો, જ્યારે જૂનીયર એન્જિનીયર પૉઝિટીવ નીકળ્યો. બાદમાં તમામ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
સંક્રમણના કેસો સામે આવ્યા બાદ તમામ લોકોને સારવાર માટે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તમામની હાલત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઇએ અમિતાભ બચ્ચને ખુદને કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી આપી હતી. બાદમાં તેને મોડી રાત્રે મુંબઇની નાણાવટી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમને છેલ્લા 10 દિવસથી પોતાના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
મુંબઇમાં રાજભવન સુધી પહોંચ્યો કોરોના વાયરસ, 16 કર્મચારીને લાગ્યો ચેપ, ગર્વનર પણ આઇસૉલેસનમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2020 01:42 PM (IST)
રાજભવનના 16 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા હડકંપ મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ ગર્વનર ભગત સિંહ કોશ્યારી ને પણ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -