નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. દિલ્હીમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધારો થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં હવે કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 115346 થઈ ગઈ છે. દિલ્હીમાં કોરોનાના નવા 1606 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 35 લોકોના મોત થયા છે.




રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં 1606 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજે 1924 લોકો હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ થયાછે. દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 115346 છે જેમાં 93236 લોકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 3446 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાથી ઠીક થવાનો સરેરાશ રિકવરી રેટ 63 ટકા છે. 20 રાજ્યોમાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. ગુજરાતમાં 70 ટકા, ઓડિશામાં 67 ટકા, આસામમાં 65 ટકા, તમિલનાડુમાં 65 ટકા, ઉત્તરપ્રદેશમાં 64 ટકા રિકવરી રેટ છે.

દેશમાં કોરોનાના કુલ મામલાનો 86 ટકા હિસો 10 રાજ્યોમાં છે. જેમાંથી બે રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50 ટકાથી વધારે મામલા છે. જ્યારે કર્ણાટક, દિલ્હી, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, આસામ એમ આઠ રાજ્યોમાં 36 ટકા મામલા છે.