નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની કાપસહેડાની એક બિલ્ડિંગમાં 41 કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટી થઈ હતી. હવે આ બિલ્ડિંગમાં આજે વધુ 17 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. શનિવારે કાપસહેડા વિસ્તારના એક મકાનમાંથી 41 કોરોના પોઝિટિવ દર્દી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો ત્યારે હવે નવા 17 કેસ સામે આવ્યા છે. આ સાથે જ બિલ્ડિંગમાં કુલ 58 કેસ થયા છે.




આવતીકાલે DM દિલ્હી દક્ષિણ-પશ્ચિમ કાર્યાલયના જણાવ્યા મુજબ, કાપસહેડામાં ડીસી કાર્યાલયની પાસે ઠેકે વાલી ગલીની ઈમારતમાં 41 લોકો કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા હતા.

કોરોના સંક્રમિતોની સંખ્યમાં દિલ્હી દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત પછી ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 3738 છે. 61 લોકોના મોત થયા છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 39980 છે, જ્યારે 1301 લોકોના મોત થયા છે.