નવી દિલ્હીઃ પંજાબમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. નાંદેડથી આવેલા વધુ 102 શ્રદ્ધાળુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોશિયારપુરમાં 30 અને તેના પડોશી જિલ્લા નવાંશહરમાં મહારાષ્ટ્રથી પરત ફરેલા 62 શ્રદ્ધાળુઓ સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો છે. રાજ્યની હાલત એટલી ખરાબ છે કે માત્ર ચાર દિવસમાં આંકડો 300થી 1000ને પાર કરી ગયો છે.


લોકડાઉન વખતે મહારાષ્ટ્રના નાંદેડમાં ફસાયેલા શીખ શ્રદ્ધાળુઓને ગુરુદ્વારામાં આશ્રય આપવામાં આવ્યો હતો. 24 એપ્રિલે નાંદેડથી શ્રદ્ધાળુઓને પંજાબ લાવવાની શરૂઆત થઈ હતી. 26 એપ્રિલે પ્રથમ જથ્થો પરત આવ્યો. જેમાં આશરે ત્રણ હજાર શ્રદ્ધાળુઓ હતા. આ દરમિયાન થયેલી બેદરકારીના કારણે કેસ વધતા ગયા હતા.

હાલ પંજાબમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે, જેમાં અડધાથી વધારે શ્રદ્ધાળુઓ છે. જ્યારે હજુ સેંકડો શ્રદ્ધાળુઓનો રિપોર્ટ આવવાનો બાકી છે. શીખ શ્રદ્ધાળુઓ પંજાબના વિવિઝ હિસ્સામાં ફેલાઈ ગયા જેના કારણે કોરોના ફેલાવાનો ખતરો વધી ગયો છે.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે નાંદેડમાં કોરોના પંજાબની ભૂલના કારણે ફેલાયો હોવાનો આરોપ લગાવી પંજાબ સરકાર પર પ્રહાર કર્યો હતો.