ભાજપ નેતા સુનીલ દેવધરનો દાવો- આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં થઇ શકે છે સામેલ
abpasmita.in
Updated at:
06 Jul 2019 07:39 PM (IST)
ભાજપના મહાસચિવ દેવધરે કહ્યું કે, નાયડૂ બે વર્ષમાં જેલ જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષ પાર્ટીની ભૂમિકામાં હશે.
NEXT
PREV
હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી પર સંકટ મંડરાઇ રહ્યું છે. આંધ્રપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ સુનીલ દેવધરે દાવો કર્યો હતો કે, તેલુગુ દેશમ પાર્ટીના 18 ધારાસભ્યો અને 30 એમએલસી અમારા સંપર્કમા છે. ભાજપના મહાસચિવ દેવધરે કહ્યું કે, નાયડૂ બે વર્ષમાં જેલ જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષ પાર્ટીની ભૂમિકામાં હશે. આંધ્રપ્રદેશમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆર કોગ્રેસ પાર્ટીને બહુમત મળ્યો હતો. ત્યારબાદ જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા હતા.
રેડ્ડીએ મુખ્યમંત્રી બનતાની સાથે જ નાયડૂ અને તેમના દીકરા નારા લોકેશની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. સાથે નાયડૂએ સરકારમાં રહેતા જે પ્રજા વેદિકા બિલ્ડિંગ બનાવી હતી તેના પર મુખ્યમંત્રી રેડ્ડીએ બુલડોઝર ફેરવ્યુ હતું. તે સિવાય તાજેતરમાં જ તેલુગુ દેશમ પાર્ટીના ચાર રાજ્યસભાના સાંસદો ભાજપમાં જોડાઇ ગયા હતા. જે સાંસદો ભાજપમાં જોડાયા હતા તેમાં સીએમ રમેશ, ટીજી વેંટકેશ, જી મોહન રાવ અને વાઇએસ ચૌધરીનો સમાવેશ થાય છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -