નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021નો બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીબીટી હેઠળ આ યોજના સાથે જોડાયેલા 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને લગભગ 19 હજાર 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 હેઠળ બીજો હપ્તો મોકલ્યા બાદ વડાપ્રધાન મોદીએ દેશના અનેક ખેડૂતો સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 હેઠળ બીજો હપ્તાના રૂપિયા તમારા ખાતામાં પહોંચ્યા કે નહી એ આ રીતે જાણી શકો છો. સૌ પ્રથમ પાસબુક લઇને બેન્કમાં જાઓ. ત્યાં જઇને પાસબુક અપડેટ કરાવો. જો તમે ઓનલાઇન ચેક કરવા માંગો છો તો સૌ પ્રથમ પોતાના બેન્કની એપ ઓપન કરો. લોગિન કર્યા બાદ સ્ટેટમેન્ટ સેક્શનમાં જાઓ. ત્યાં જઇને લેટેસ્ટ રકમ જોવા મળશે જેનાથી જાણી શકાશે કે તમારા ખાતામાં રૂપિયા પહોંચ્યા છે કે નહીં. તે સિવાય પૈસા પહોચવા પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ પણ આવશે કે તમારા ખાતામાં આ યોજનાના રૂપિયા પહોંચ્યા છે કે નહીં.


પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા આવી રીતે કરો અરજી


પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પહેલા ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ વેબસાઈટ તમને ફાર્મર્સ કોર્નરના ઓપ્શનમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર, કેપ્ચા ભરવાનું કહેવાશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ માંગવામાં આવશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની રહેશે. આ સેવ કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીનની જાણકારી રવાની રહેશે. તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહે છે. આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.


Cartrade Tech અને Nuvoco Vistasના IPO આજે ખુલ્યા, આ સપ્તાહે ચાર કંપનીઓમાં રોકાણની તક


 


પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે


પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી ખુદ DBT હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તા મૂકે છે. આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે અને આ યોજનાનો સમગ્ર ખર્ચ એકલો કેન્દ્ર સરકાર ઉઠાવે છે.


Atamnirbhar Bharat Yojna: શું છે આત્મનિર્ભર યોજના, જાણો કોને મળી શકે છે તેનો લાભ