= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash: વિજયભાઈના પાર્થિવ દેહની અંતિમક્રિયા આવતીકાલે રાજકોટમાં Ahmedabad Plane Crash:આવતીકાલે રાજકોટમાં વિજયભાઈના પાર્થિવદેહને રાજકોટમાં નિવાસસ્થાને દર્શનાર્થે રખાશે ત્યારબાદ સવારે 11 વાગ્યે તેમની અંતિમ યાત્રા અને અંતિમ વિધિ થશે તેવી શક્યતા જોવાઇ રહી છે.એક કલાકમાં પરિવારજન તરફથી સત્તાવાર માહિતી અપાશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash: વિજયભાઇ રૂપાણીની અંતિમ વિધિ આવતી કાલે Ahmedabad Plane Crash: વિજય રૂપાણીના DNA આજે મેચ થઇ ગયા છે. પાર્થિવ દેહને લેવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચશે. ત્યારબાદ ગાંધીનગરમાં આજે દર્શનાર્થે તેમનો પાર્થિવ દેહ રખાશે. ત્યારબાદ રાજકોટ પાર્થિવ દેહને લઇ જવાશે અને રાજકોટમાં જ તેમની અંતિમયાત્રા અને અંતિમ વિધિ થષે. આવતી કાલે સવારે અથવા સાંજે અંતિમ વિધિ થઇ શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash: પરિવાર સિવિલ હોસ્પિટલ પાર્થિવ દેહ લેવા પહોંચશે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યાં મુજબ સવારે 11 વાગ્યેને 10 મીનિટે DNA મેચ થઇ ગયા હતા. પરિવાર હવે સિવિલ પાર્થિવ દેહ લેવા માટે પહોંચશે. ગણતરીની મીનિટોમાં રૂપાણી પરિવાર ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચશે. અંજલિબેન રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી સિવિલ હોસ્પિટલ પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજયભાઈના નિવાસસ્થાનથી રવાના થયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી પહોંચી ચૂક્યા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિજયભાઈના પાર્થિવ દેહને સિવિલથી ગાંધીનગર લઈ જવાય તેવી શક્યતા વિજયભાઈના પાર્થિવ દેહને સિવિલથી ગાંધીનગર લઈ જવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ગાંધીનગરમાં પાર્થિવદેહને દર્શનાર્થે રાખ્યા બાદ રાજકોટ લઈ જવાય તેવી શક્યતા છે. આવનારી 15 મીનિટમાં રૂપાણી પરિવાર નિર્ણય અંતિમ વિધિ અંગે નિર્ણય લઇ શકે છે. વિજયભાઈનો પાર્થિવદેહ રાજકોટ વિમાન માર્ગે લઈ જવાય તેવી પૂરી શક્યતા છે. સિવિલ હોસ્પિટલ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પહોંચી ચૂક્યા છે,વિજયભાઈનો મૃતદેહ ચાર્ટડ પ્લેન મારફતે રાજકોટ લઈ જવાય તેવી શક્યતા છે. સરકારના પ્રતિનીધી રૂપાણી પરિવાર સાથે સતત સંપર્કમાં છે. વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કાલે થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash: વિજયભાઈનો પાર્થિવદેહ હવાઈ માર્ગે પહોંચાડાશે રાજકોટ વિજયભાઈનો પાર્થિવદેહ હવાઈ માર્ગે રાજકોટ પહોંચાડાશે,પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુદ્દે ટૂંક સમયમાં પરિવાર નિર્ણય લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપાણી પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી છે. હર્ષ સંધવી પણ નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.રાજકોટમાં વિજયભાઈના નિવાસસ્થાને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવીછે. વિજયભાઈના અનેક સમર્થકો રાજકોટના નિવાસસ્થાન પહોંચી રહ્યા છે. ધનસુખ ભંડેરી વિજયભાઈના નિવાસસ્થાન પહોંચી ચૂક્યાં છે. ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં પૂર્વ CMને અપાશે ગાર્ડ ઓફ ઓનર
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahemdabad Plane crash :CM ભૂપેન્દ્ર પટેલ સાંત્વના આપવા પહોંચ્યાં પોલીસ એસ્કોર્ટ અને એમ્બ્યુલંસ મારફતે મૃતદેહ રાજકોટ લવાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવંગત વિજયભાઈના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા છે.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે.રૂપાણી પરિવારના નિકટના ધનસુખ ભંડેરી રાજકોટ પહોંચી ચૂક્યાં છે. CM ગાંધીનગર પરિવારને સાંત્વના આપવા અમદાવાદ સિવિલ પહોંચશે. રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહ ખાતે વિજયભાઈની અંતિમવિધિ કરવામાં આવશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahemdabad Plane Crash: વિજયભાઈના DNAએ થયા મેચ, રાજકોટમાં કરાશે અંતિમ વિધિ વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા છે.,ટૂંક સમયમાં અમદાવાદ સિવિલ પ્રશાસન સત્તાવાર જાહેરાત કરશે. DNA સેમ્પલ મેચ થતા પરિવારજનોને મૃતદેહ સોપાશે. રાજકોટમાં વિજયભાઈની અંતિમ વિધી કરાશે. અંતિમવિધી રાજકોટ કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad plane Crash: વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા, ગૃહ મંત્રીએ કરી જાહેરાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત કરી છે કે, વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા છે. સવારે 11 વાગ્યેને 10 મીનિટે DNA મેચ થયા છે. વિજયભાઈના DNA મેચ માટે પરિવારના સેમ્પલ લેવામાં આવ્યાં હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad plane crash: ખુશ્બુનો મૃત દેહ પરિવારને સોંપાયો, લગ્નના 5 મહિના બાદ પતિને મળવા જતી હતી લંડન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી ખુશ્બુનો મૃતદેહ આજે પરિવારને સોંપવામાં આવ્યો, પરિવાર આ સમયે સ્થિતિ ખુબ જ ગમગીન હતો,રાજસ્થાનના બાડમેરના ખુશ્બુ રાજપુરોહિતનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. બાડમેરના અરાબા ગામની ખુશ્બુ રાજપુરોહિતના DNA મેચ થતાં આજે તેમનો મૃતદેહ તેમને સોપાયો હતો. લગ્નના 5 મહિના બાદ લંડનમાં રહેતા પતિને મળવા જતી હતી ખુશ્બુ, તેમની આ પ્રથમ હવાઇ સફર અંતિમ બની ગઇ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
plan crash ; રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના ઘરે પહોંચ્યા ભાજપ કાર્યકરો plan crash:રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના ઘરે ભાજપ કાર્યકરો પહોંચ્યા, વિવિધ સમાજના આગેવાનો પણ પૂર્વ CMના નિવાસસ્થાને પહોંચ્યા છે. આજે સાંજ કે કાલ સવાર સુધીમાં વિજયભાઈના મૃતદેહ રાજકોટ લાવાવામાં આવશે, જો કે વિજયભાઈના DNA હજુ સુધી મેચ થયા નથી. વિજયભાઈના DNA મેચિંગની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. વિજયભાઈની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે. ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં પૂર્વ CMને ગાર્ડ ઓફ ઓનર આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિમાનના એન્જિન અને વિમાનમાં કોઈ સમસ્યા નહોતી - એર ઇન્ડિયાના સૂત્રો એર ઇન્ડિયા સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બોઇંગ 787-8 ડ્રીમલાઇનરનું જૂન 2023માં વ્યાપક જાળવણી તપાસ કરવામાં આવી હતી. તેની આગામી તપાસ આ વર્ષે ડિસેમ્બરમાં થવાની હતી. લગભગ 12 વર્ષ જૂના વિમાનના રાઇટ એન્જિનનું માર્ચ 2025માં ઓવરહાલિંગ મ કરવામાં આવ્યું હતું. જ્યારે લેફ્ટ એન્જિનનું પ્રોટોકોલ મુજબ એપ્રિલ 2025માં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોનો દાવો છે કે એન્જિન અને વિમાનમાં કોઈ સમસ્યા નહોતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Plane Crash:વિમાન દુર્ઘટના પર ઉડ્ડયન નિષ્ણાતોએ શું કહ્યું અમદાવાદ વિમાન દુર્ઘટના પર ભૂતપૂર્વ કેપ્ટન અને ઉડ્ડયન નિષ્ણાત આલોક સિંહે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે અને દુર્લભ ઘટનાઓમાંની એક છે. આપણે ફક્ત અનુમાન કરી શકીએ છીએ કે આવી શક્યતાઓ હશે. વિડિઓ જોઈને સમજાય છે કે, કદાચ પક્ષી અથડાયું હોય કે, કે એન્જિનને બળતણ મળતું બંધ થઈ ગયું હોય, પક્ષી અથડાઈ ગયું હોય, ટેકનિકલ ખામી પણ તેનું કારણ હોઈ શકે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 15 લોકોના DNA સેમ્પલ મેચ થયા, 3 મૃતદેહ પરિવારજનોને સોંપાયા અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૫ મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા છે અને ત્રણ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની DNA હજુ સુધી નથી થયા મેચ ઉલ્લખેનિય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની DNA હજુ પ્રોસેસમાં છે હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA મેચ થયા નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના રૂપાણીના મૃતદેહના DNA મેચની પ્રોસેસ સતત ચાલી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash: અત્યાર સુધીમાં કુલ 31 વ્યકિતના DNA મેચ થઈ ગયા સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી અત્યાર સુધીમાં કુલ 31 વ્યકિતના DNA મેચ થઈ ગયા હોવાની માહિતી મળી છે. DNA મેચ થશે તેમ-તેમ મૃતદેહો સોંપવામાં આવશે.લોકોની સુવિધા માટે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ જ આવવા અપીલ કરવામાં આવી છે. 31 વ્યકિતના DNA મેચ થયા છે, અત્યાર સુધીમાં 12 મૃતદેહને સોંપાયા છે. મૃતદેહો સોંપવામાં કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવામાં આવતી નથી, તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. સિવિલના એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડન્ટે લોકોને કરી અપીલ કરી છે કે,સિવિલમાં રોકવા કરતા ઘરે જઇને ફોનની રાહ જુએ, મેચ થશે તેમ તેમ પરિજનોને ફોન કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash; અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા છે. આખી રાત ર અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ રહી હતી. વિસનગરના એક જ ગામના ચાર સહિત 19 મૃતદેહ સોંપાયાછે. દિનેશભાઈ પટેલ, ક્રિષ્નાબેન પટેલ, દશરથ પટેલ, ડાહીબેન પટેલના મૃતદેહ સોંપાયા છે. વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો પણ મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમદાવાદના સુભાષચંદ્ર અમીનના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન કુલ આઠ મૃતદેહ પરિવારને સોંપાયા હતા. શનિવારે દિવસ દરમિયાન ત્રણ મૃતદેહ પરિવારને સોંપાયા હતા. નિકોલના વૃદ્ધ દંપતિ બાબુભાઈ હીરપરા, વિમલાબેન હરીપરાનો મૃતદેહ પણ તેમના પરિજનને સોંપાયો હતો. DNA સેમ્પલ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી થઇ રહી છે. શુક્રવારના આઠ મૃતદેહ પરિવારને સોંપાયા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ પ્લેન ક્રેશનની કરૂણાંતિકા એક પરિવારના 4 લોકોના જ્યારે સોંપાયા પાર્થિવ દેહ 12 જૂનનો દિવસ એક નહિ પરંતુ 200થી વધુ લોકો માટે કારમો દિવસ બનીને આવ્યો.12 જૂન એર ઇન્ડિયા ડ્રિમ લાઇનર 787એ 278 લોકોના ડ્રિમને ચકનાચૂર કરી દીધાં. 12 જૂનથી લઇને આજદિન સુધી સિવિલમાં સતત મૃતદેહની ઓળખ માટેની કવાયત ચાલું છે. તૂટેલા હૃદયે, તૂટેલા સપના સાથે નિરસ આંખો સાથે પરિજનો તેમના સ્વજનના પાર્થિવ દેહની રાહ જોઇ રહ્યાં છે. પ્લેન ક્રેશ એટલો ભયંકર હતો કે કંઇ જ ન બચ્યું બધું જ ભસ્મિભૂત થઇ ગયું. જેના કારણે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની રહી છે. આ માટે ડીએનએ દ્વારા પરિજનનના મૃતદેહની તપાસની કામગીરી ચાલું છે. 12થી 15 તારીખ સુધીમાં 19 મૃતદેહ પરિવારને સોંપાયા છે. જ્યારે વિસતનગરના એક જ પરિવારના 4 લોકોના પાર્થિવ દેહ પરિજનને સોંપાયા ત્યારે વાતાવરણ ગમગીનીથી ભરાઇ ગયું હતું.