Wrestlers' Protest Latest News:

   પહેલવાનોનું પ્રદર્શન ચાલુ છે. સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સહિત ઘણા પહેલવાનો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદાય લઈ રહેલા પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન કપિલ દેવના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ખેલાડીઓએ એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં ભૂતપૂર્વ ક્રિકેટરોએ આશા વ્યક્ત કરી છે કે આ મામલો જલદીથી ઉકેલાઈ જશે.


'ચેમ્પિયન રેસલર્સને આવી હાલતમાં જોઈને ખૂબ જ ખરાબ લાગે છે'


નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે ચેમ્પિયન રેસલર્સને આવી સ્થિતિમાં જોવું ખૂબ જ ખરાબ છે. ખાસ કરીને  આપણે એ વાતથી સૌથી વધુ ચિંતિત છીએ કે આપણા પહેલાવાનો તેમના મેડલ ગંગામાં ફેંકવા જઈ રહ્યા છે, તે ખૂબ જ દુઃખદ છે. આપણા પહેલવાનોને આ મેડલ આસાનીથી નથી મળ્યા આ માટે તેઓએ વર્ષો સુધી બલિદાન અને સમર્પણ બતાવ્યું છે  તેઓએ મેડલ જીત્યા છે. વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી અમારી માંગ છે.


 




આપણા પહેલવાનોએ  દેશવાસીઓને તેમની મહેનતથી ખુશ થવાની ઘણી તકો આપી


આ સિવાય આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપણા પહેલવાનોએ  દેશવાસીઓને તેમની મહેનતથી ખુશ કરવાની ઘણી તકો આપી છે, પરંતુ હવે આ સ્થિતિમાં જોઈને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે આ સમસ્યાનો શક્ય તેટલો જલ્દી ઉકેલ આવે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના અભાવ અને 28 મેના રોજ જંતર-મંતર પર પોલીસ કાર્યવાહી સામે પ્રદર્શનકારી પહેલવાનોએ મેડલ ગંગામાં નાખવાની જેહારાત કરી હતી. આ પછી આ ખેલાડીઓ હરિદ્વારના હર કી પૌડી પહોંચ્યા. અહીં આ તમામ ખેલાડીઓ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. આ દરમિયાન  વિપક્ષી નેતાઓ અને BKU ના રાકેશ ટિકૈતે તેમને મેડલ ગંગામાં ન નાખવાની અપીલ કરી.


રેસલરો દ્વારા ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન 


દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિલાઓથી ભારતીય કુસ્તીબાજો બીજેપી નેતા અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) સામે વિરોધ કરી રહ્યાં છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગૉઇંગ પ્રેસિડેન્ટ વૃજભૂષણ શરણ સિંહ સામે હાલમાં રેસલરો દ્વારા પુરજોશમાં ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યા છે.