નવી દિલ્લી: કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ચાલી રહેલી કિસાન યાત્રાનો આજે 19મો દિવસ છે. ઉત્તરપ્રદેશથી શરૂ થયેલી આ રેલીમાં રાહુલ આજે બરેલીથી રામપુર પહોંચશે. આ કિસાન યાત્રા દરમ્યાન તેઓ એક રોડ શૉ અને એક ખાટ સભાને સંબોધશે. સાથે જ રાહુલ ગાંધી રસ્તામાં 10 સ્થળો પર રોકાઈ લોકોની સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધીની આ કિસાન યાત્રા દેવરીયાથી દિલ્લી સુધીની છે.