શ્રીનગર: કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના લંગેટના બાબાગુંડ ગામમાં મોડી રાત્રે થયેલી અથડામણમાં ભારતીય સેનાએ બે આતંકવાદી ઠાર માર્યાં છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહને શુક્રવારે સવારે ઘટના સ્થળેથી કબ્જો લેવામાં આવ્યો હતો. અગાઉ ગુરૂવારે રાત્રે લગભગ 9 વાગે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટૂકડીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન સુરક્ષા જવાનો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું.




અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયરિંગ રાત્રે 11 વાગ્યાથી શરૂ થયું હતું. જ્યારે સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું ત્યારે આતંકીઓએ સામે છેડેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારી દરમિયાન બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. માર્યાં ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.



નોંધનીય છે કે, અગાઉ 27 ફેબ્રુઆરીએ સુરક્ષા જવાનોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મામંડરમાં જૈશના બે આતંકીઓને ઠાર માર્યાં હતા. પુલવામા હુમલા બાદ ઘાટીમાં સુરક્ષા જવાનોનું આતંકીઓ વિરૂદ્ધ અભિયાન ચાલુ છે.