નવી દિલ્હીઃ ભારતના આક્રમક વલણ સામે આખરે પાકિસ્તાને ઝુકવું પડયું છે. ભારતના સતત વળતા પ્રહાર અને આંતરરાષ્ટ્રી સ્તરે ઊભા થયેલા દબાણને કારણે પાકિસ્તાને ભારતના ઘુંટણીયે પડવું પડયું છે. પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાની સંસદમાં સંબોધન કરવા દરમિયાન જણાવ્યું કે, ભારતના પાયલટને આજે સન્માન સાથે ભારત પરત મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાકિસ્તાને ઢીલું વલણ દાખવતા કહ્યું હતું કે, ભારત હુમલા કરવાનું બંધ કરે અને શાંતિવર્તા કરે તો પાકિસ્તાન ભારતીય વિંગ કમાન્ડરને પરત મોકલવા તૈયાર છે.


પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે સહિત વાયુસેનાના મોટા અધિકારી અને મોદી સરકારના અનેક મંત્રી પણ વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરશે. આ પહેલા અમરિંદર સિંહે ટ્વિટર પર લખ્યું કે, હું પંજાબના સરહદી વિસ્તારનો પ્રવાસ કરી રહ્યો છું અને હાલમાં અમૃતસરમાં છું. જાણવા મળ્યું છે કે, પાકિસ્તાન સરકારે વાઘાથી અભિનંદનને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ મારા માટે સન્માનની વાત હશે કે હું તેમનું સ્વાગત કરું અને તેમને રિસીવ કરૂ, કારણ કે તે અને તેમના પિતા એનડીએના પૂર્વ છાત્ર છે.