લખનઉ: કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરી દીધાં છે. જે દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં એક લાખ લાખ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લામાં L1, L2 લેવલની હોસ્પિટલો તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સીએમ યોગી આદિત્યનાથે મેના અંત સુધીમાં એક લાખ બેડ તૈયાર કરવાના નિર્દેશ આપ્યા હતા.

એટલું જ નહીં રાજ્યમાં કોરોના ટેસ્ટની પ્રતિદિન ક્ષમતા 10 હજાર સુધી પહોંચી ગઈ છે. આ પહેલા માર્ચના પ્રથમ સપ્તાહમાં દરરોજ 50 ટેસ્ટ જ થતાં હતા. સીએમ યોગીએ નિર્દેશ આપ્યો કે, 15 જૂન સુધી 15000 ટેસ્ટ અને જૂનના અંત સુીમાં 20000 ટેસ્ટ પ્રતિદિવસની ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં 30 લેબ કામ કરી રહી છે. જેમાં 24 સરકારી અને 6 અન્ય સંસ્થાઓમાં છે.

ઉત્તરપ્રદેશના અત્યાર સુધી 7445 કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી 201નાં મોત થયા છે અને 2834 એક્ટિવ કેસ છે. જ્યારે 4410 લોકો સ્વસ્થ થયા છે.