ભોપાલ: મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એક ખતરાના સમાચાર સામે આવ્યા છે. અહીં શુક્રવારે રાજ્યસભાની ચૂંટણીને લઈને મતદાન કરનાર એક ભાજપના ધારાસભ્યો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યના પત્નીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ મતદાન કરવા આવેલા ધારાસભ્યો અને મંત્રીઓમાં હડકંપ મચી ગયો છે.


મંદસૌર જિલ્લાના જાવદથી ધારાસભ્યના કોરોના પોઝીટીવ હોવાના સમાચાર બાદ કેટલાક ધારાસભ્યોએ આજે ભોપાલની જેપી હોસ્પિટલમાં જઈને પોતાના સેમ્પલ આપ્યા અને જણાવ્યું કે કોરોના સંક્રમિત ધારાસભ્ય છેલ્લા ત્રણ દિવસથી રાજ્યસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી બેઠકોમાં આવી રહ્યા હતા અને બધાને મળી રહ્યા હતા. કોરોના પોઝીટીવ ધારાસભ્યને મળ્યા હોય તેમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પણ સામેલ છે.

કૉંગ્રેસે ભાજપના ધારાસભ્યના આ કૃત્ય પર હેરાનગી વ્યક્ત કરી છે. પાર્ટીના પ્રવક્તા અન્ય યાદવે કહ્યું કે ધારાસભ્યના સંપર્કમાં આવેલા તમામ લોકો ક્વોરન્ટાઈન થઈ જાય અને આ ચિંતાનો વિષય છે કે ધારાસભ્ય આ રીતે લાપરવાહ નિકળે.