વિશ્વમાં ચોથો સૌથી પ્રભાવિત દેશ
કોરોના સંક્રમિતની સંખ્યા પ્રમામે ભારતે શુકર્વારે બ્રિટેનને પાછળ છોડી દીધું છે અને વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીના સૌથી પ્રભાવિત દેશોમાં ભારત ચોથા સ્થાન પર આવી ગયું છે. ભારતથી વદારે કેસ અમેરિકામાં 22,96,809, બ્રાઝીલમાં 10,38,568 કેસ અને રશિયામાં 5,96,063 કેસ આવ્યા છે. જ્યારે ભારતમાં કેસ વધવાની ગતિ વિશ્વમાં ચોથા નંબર પર જળવાઈ રહી છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક જ દિવસમાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે.
એક્ટિવ કેસના મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર દેશમાં હાલમાં 1.49 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 53 હજારથી વધારે દર્દીની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારતનું ચોથું સ્થાન છે. એટલે કે ભારત એવો ચોથો દેશ છે જ્યાં હાલમાં સૌથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.