મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2091 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 54758 પર પહોંચી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે વધુ 90 લોકોના મોત થયા છે.




રાજ્યમાં અત્યાર સુધીમાં 1792 લોકોનાં મોત થયા છે. આજે 1168 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 16954 કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં 3 લાખ 90 હજાર 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 54758 લોકો કોરોના પોઝિટિવ છે. રાજ્યમાં હાલમાં 5 લાખ 67 હજાર 622 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં છે અને 35 હજાર 200 સંસ્થાકીય રીતે ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધીમાં કુલ 16954 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.