નવી દિલ્હી: તબ્લીગી મરકજ મામલામાં દિલ્હી પોલીસે આજે લગભગ 15 દેશોના 83 નાગરિકો સામે 20 ચાર્જશીટ દિલ્હીની સાકેત કોર્ટમાં દાખલ કરી છે. આ ચાર્જશીટ વિદેશી અધિનિયમ એક્ટ સહિત અલગ-અલગ ધારોઓ મુજબ દાખલ કરાઈ છે. દિલ્હી પોલીસ આ મામલામં 943 વિદેશી નાગરિકો સામે આશરે 50 આરોપપત્ર કોર્ટની સામે દાખલ કરશે.


પોલીસના સૂત્રો મુજબ આ આરોપ પત્ર એ વિદેશીઓ સામે દાખલ કરવામાં આવ્યો છે જેમણે તબ્લીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આરોપ પત્ર વિઝા શરતોનું ઉલ્લંઘન કરવા અને મિશનરી એક્ટિવિટી ચલાવવા પર છે. આ સાથે જ વિદેશીઓએ ભારત સરકારની ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન કર્યું જેના કારણે કોરોના મહામારી વધુ ફેલાઈ છે. આ સાથે જ આ લોકો સામે આરોપ પત્રમાં પ્રાકૃતિક આપદા મેનેજમેન્ટ એક્ટ મુજબ પણ કલમો જોડાવામાં આવી છે. કુલ 5 કલમો મુજબ આરોપ પત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે જે દેશોના નાગરિકો સામે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી તેમાં સઉદી અરબ,ચીન,અમેરિકા, યૂક્રેન,ફિલીપીંસ,બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા,અફધાનિસ્તાન, રશિયા, મોરક્કો, ફ્રાંસ,ઈજિપ્ત મલેશિયા, ટ્યૂનીશિયા અને જોર્ડનના નાગરિકો સામેલ છે. આ તમામ વિદેશી નાગરિકો તબ્લીગી મરકજની જમાતમાં સામેલ થવા ભારત આવ્યા હતા.