મુંબઈ : કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મુંબઈમાં 21 નૌસૈનિકો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે જેમાં 20 સેલર છે. સાત એપ્રિલે પોઝિટીવ મળેલા સેલરના સંપર્કમાં આવ્યા હતા.


21 નૌસૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આવડી મોટી સંખ્યામાં નૌસેનામાં સંક્રમણનો પહેલો કેસ છે.



પ્રાપ્ત વિગત પ્રમાણે પશ્ચિમ નેવી કમાનના કિનારે સ્થિત લોજિસ્ટિક અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ બેસ INS Angre પર કોવિડ 19ના પોઝિટિવ કેસ નોંધાયા છે. INS આંગ્રે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના દરિયા કિનારે સ્થિત છે.



નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધારે કેસ મુંબઈમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર છે. નેવીએ તાજેતરમાં કોવિડ 19ના દર્દીઓને લઈ જવા માટે 'એર ઇવેક્યુએશન પોડ' બનાવ્યું હતું.

તાજેતરમાં જ કેરળના કોચીમાં ઇન્ડિયન નેવીએ અંતરિયાળ વિસ્તારોમાંથી કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે એક સ્માર્ટ 'એર ઇવેક્યુએશન પોડ' બનાવ્યું હતું.

જોકે, હાલમાં જે કેસ આવ્યો છે કે આઈએનએસ આંગ્રે મુંબઈમાં છે. આથી આ એર ઇવેક્યુએશન પોડનો ઉપયોગ યાત્રિકો પહેલા અધિકારીઓ માટે કરવો પડે તેવું થયું છે.