ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 જૂનના બિહારમાં વિજળી પડવાના કારણે 11 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 5 જિલ્લામાં વિજળી પડી હતી. 30 જૂનના રોજ પટનામાં વિજળી પડવાથી 2, છપરામાં 5, નવાદામાં 2, લખીસરાયમાં 1 અને જમુઈમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતકોના પરિવારને મુખ્યમંત્રી નીતીશ કુમારે ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
આ પહેલા પણ ગત મહિને રાજ્યમાં વિજળી પડવાના કારણે 83 લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. કુલ 38 જિલ્લામાંથી 23 જિલ્લમાં વિજળીનો કહેર જોવા મળ્યો હતો. સૌથી વધુ ગોપાલગંજમાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે મધુબની-નવાદામાં 8-8 લોકોના મોત થયા હતા. દરભંગા અને બાંકામાં પણ 5-5 લોકોના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે બિહારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ છે. ઘણા શહેરોમાં વાવાઝોડાની સ્થિતિ છે. રાજધાની પટનાના ઘણા વિસ્તારમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું.