Mahrashtra News: મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. શુક્રવાર-શનિવારની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં આઠ લોકોનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માત બુલઢાણા જિલ્લાના દુસરબીડ અને સિંદખેડ રાજા વચ્ચે પિંપલખુટા શિવાર ખાતે સમૃદ્ધિ હાઈવે પર થયો હતો. દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મધરાતે લગભગ 1:26 વાગ્યે થયો હતો. પોલીસ અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, નાગપુરથી ઔરંગાબાદ રૂટ પર, બસ પહેલા જમણી બાજુના લોખંડના થાંભલા સાથે અથડાઈ અને પછી બે લેન વચ્ચેના કોંક્રિટ ડિવાઈડર સાથે અથડાઈને બેકાબૂ થઈ ગઈ અને પલટી ગઈ.


બસ પલટી જવાના કારણે બસનો દરવાજો નીચે દબાઈ ગયો. જેના કારણે લોકો માટે બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. અકસ્માત બાદ બસનું ઘણું ડીઝલ રોડ પર ફેલાઈ ગયું  હતું, જેથી ડીઝલની ટાંકી ફાટી અથવા ડીઝલ ટાંકીમાંથી એન્જિન સુધી પહોંચવાના કારણે બસમાં આગ લાગી હોવાની આશંકા છે.






 જે લોકો બચી ગયા તેમના જણાવ્યા મુજબ, ફક્ત તે જ લોકો બચ્યા જેઓ હાથ વડે બારીના કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા. બસમાં 33 મુસાફરો હતા, પોલીસે 25 મૃતદેહ બહાર કાઢ્યા છે. ત્યાં 8 લોકો બચી ગયા. જે મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તે બળી ગયા છે. જેના કારણે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ છે.


બસનું ટાયર ફાટ્યું - ચાલક


બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનીએ જણાવ્યું હતું કે બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.






બુલઢાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું કે બસમાં કુલ 33 લોકો સવાર હતા, જેમાંથી 25 લોકોના મોત થયા અને 8 લોકો ઘાયલ થયા. બસનો ડ્રાઈવર બચી ગયો અને કહ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.