તમિલનાડુમાં ભારે વરસાદને કારણે છેલ્લાં ચાર દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ઘટેલી ઘટનાને પગલે કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી કે. પલાનીસામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકના પરિવારને એક એક લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.
ભારે વરસાદના કારણે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ રહી હતી. જેમાં રામનાથપુરમ, સિવાગંગઈ, અરિયાલુર, પેરમ્બલુર, પુગુકોટ્ટઈ, થૂથૂકુડી અને તિરૂવરૂરની શાળાઓ બંધ રાખવાનો આદેશ આવપમાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આશરે 25 લોકોના મોત થયા છે. ચેન્નઈમાં છેલ્લા 24 કલાકમાં 100 મિમિ વરસાદ થયો,જ્યારે ઈસ્ટ કોસ્ટ રોડજ અને ઓલ્ડ મહાબલીપુરમ રોડ વિસ્તારમાં 112 મિમિ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24થી 48 કલાક સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે.