નવી દિલ્લીઃ બિહારમાં ખેતરોમાં પાકને નુક્સાન પહોંચાડનાર નીલ ગાયોની હત્યા બાદ કેંદ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી પર્યાવરણ મંત્રી પર ગુસ્સે થયા હતા. મેનકાએ આરોપ લગાડ્યો હતો. કે, પર્યાવરણ મંત્રી રાજ્યોને ચીઠ્ઠી લખીને જાનવરોને મારવાની મંજૂરી આપી રહ્યા છે.


મેનકાએ કહ્યું હતું કે, અમારી સરકારમાં પહેલી વાર પર્યાવરણ મંત્રાલય વધારે સક્રિય થઇ ગયું છે. અને તમામ રાજ્યોમાં પત્ર લીખીને કહેવામાં આવી રહ્યું છે કે, કયા કયા જાનવરને તમે મારવા માંગો છો. તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, મંત્રીએ સલાહ આપી છે કે, બંગાળમાં હાથી, ગોવામાં મોર, હિમાચલ પ્રદેશમાં વાંદરા, રાજસ્થાનમાં નીલ ગાયને મારવામાં આવે. પરંતું હાઇકોર્ટે તેના પર સ્ટે આપી દીધો છે. મેનકાએ આ નિવેદન બિહારમાં 250 ગાયોની હત્યા બાદ આપ્યું હતું.

મેનકા ગાંધીએ બિહારમાં નીલ ગાયની હત્યા માટે નીતીશ કુમાર સરકારને જવાબદાર ગણી હતી. અને જણાવ્યું હતું કે, નીતીશ કુમારે જે પણ કર્યું છે તે શરમજનક છે. આના પર પર્યવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.