મુંબઇઃ મુંબઇ આતંકી હુમલાના આરોપી ડેવિડ હેડલી પર અમેરિકાની શિકાગો જેલમાં જીવલેણ હુમલો થયો છે. હુમલામાં હેડલી ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેને શિકાગોની નોર્થ એવેસ્ટન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં જેલમાં જ બે કેદીઓએ હેડલી પર 8 જૂલાઇના રોજ હુમલો કર્યો હતો.

નોંધનીય છે કે અમેરિકન નાગરિક હેડલી પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇ સાથે કામ કરતો હતો અને 26/11 મુંબઇ હુમલાના મુખ્ય કાવતરાખોરમાં સામેલ રહ્યો છે. શિકાગોની જેલમાં બે કેદીઓએ આઠ જૂલાઇના રોજ હેડલી પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ હેડલીને શિકાગોની નોર્થ અવેસ્ટન હોસ્પિટલમાં ભરતી કરાયો છે. તેના પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. હેડલી પર જે કેદીઓએ હુમલો કર્યો એ બંન્ને ભાઇ છે અને પોલીસ જવાનો પર હુમલાના આરોપમાં જેલમાં બંધ છે.

નોંધનીય છે કે હેડલી લશ્કર-એ-તૌયબાના અંડરકવર એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે મુંબઇ હુમલા માટે વિસ્તારપૂર્વક જાણકારીઓએ એકઠી કરી હતી અને પાકિસ્તાનના લશ્કરના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. હુમલા અગાઉ તેણે ભારત આવીને હુમલાના સ્થળોની રેકી કરી હતી. હેડલી સપ્ટેમ્બર 2006થી જૂલાઇ 2008 વચ્ચે પાંચ વખત ભારત આવ્યો હતો. હુમલાના સ્થળની તસવીરો લીધી અને પાકિસ્તાન જઇને ચર્ચા કરી હતી. 24 જાન્યુઆરી 2013ના રોજ અમેરિકાની અદાલતે તેને દોષિત ઠેરવ્યો હતો અને મુંબઇ હુમલામાં ભૂમિકા બદલ 35 વર્ષની જેલ થઇ હતી.

નોંધનીય છે કે 2008માં જ્યારે મુંબઇમાં લશ્કરના આતંકીઓએ 26/11નો હુમલો કર્યો હતો ત્યારે પાકિસ્તાને પોતાના ફ્રોગ મેન કમાન્ડો મારફતે લશ્કરના 10 આતંકીઓએ ટ્રેડ કર્યા હતા. આ વાતનો ખુલાસો હેડલીએ પોતાના સ્ટેટમેન્ટમાં કર્યો હતો કે કઇ રીતે મુંબઇમાં આતંકીઓને મોકલવા માટે પાકિસ્તાન આર્મીએ લશ્કરના ફ્રોગ મેન તૈયાર કર્યા હતા.