નવી દિલ્હી: લાલ કિલ્લા પર થયેલી હિંસા અને ધાર્મિક ઝંડા ફરકાવવા મામલે આરોપી દીપ સિદ્ધુને દિલ્હીએ એક કોર્ટેન સાત દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે. દિલ્હી પોલીસે સોમવારે રાત્રે સિદ્ધુની ધરપકડ કરી હતી.
દીપ સિદ્ધુને દિલ્હી પોલીસે તીસ હજારી કોર્ટમાં આજે આશરે સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવ્યો. પોલીસે સિદ્ધુના 10 દિવસના રિમાન્ડ માંગ્યા. કોર્ટે સાત દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસે કહ્યું આગળ પણ રિમાન્ડની જરૂર પડી શકે છે.
પોલીસે શું કહ્યું ?
દિલ્હી પોલીસે કહ્યું કે દીપ સિદ્ધુની સામે વીડિયોગ્રાફી પૂરાવા છે. તેણે લોકોને ભડકાવ્યા જેના કારણે લોકોએ સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડ્યું. તેને લઈને પુછપરછ કરવી છે. તેના સોશિયલ મીડિયાની પણ તપાસ કરાશે.
પોલીસે કહ્યુંન નકે ટ્રેક્ટર માર્ચ દરમિયાનન નિયમોનું ઉલ્લંઘન થયું. લાલ કિલ્લા પર ઝંડો ફરકાવાયો. સિદ્ધુ હિંસામાં સૌથી આગળ હતો. લોકોને ભડકાવવામાં પણ સિદ્ધુ સૌથી આગળ હતો. વીડિયોમાં જોવા મળે છે કે તે ઝંડા અને લાકડી સાથે લાલ કિલ્લામાં એન્ટ્રી કરી રહ્યો છે.
દીપ સિદ્ધુને 7 દિવસ પોલીસ રિમાન્ડ પર મોકલાયો, થઈ શકે છે મોટા ખુલાસા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2021 07:05 PM (IST)
લાલ કિલ્લા પર થયેલી હિંસા અને ધાર્મિક ઝંડા ફરકાવવા મામલે આરોપી દીપ સિદ્ધુને દિલ્હીએ એક કોર્ટેન સાત દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -