પટના: બિહારમાં નીતીશ કુમારના મંત્રિમંડળ વિસ્તરણ બાદ હવે વિભાગોની વહેંચણી થઈ છે. ભાજપ તરફથી વિધાન પરિષદના સદસ્ય શાહનવાઝ હુસૈનને મંત્રી બનાવ્યા બાદ હવે તેમને ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. સંજય ઝાને જળ સંશાધન અને સૂચના જનસંપર્ક અને સમ્રાટ ચૌધરીને પંચાયતી રાજની જવાબદારી આપવામાં આવી છે. આજે ભારતીય જનતા પાર્ટીના શાહનવાઝ હુસૈન, જદયુના સંજય ઝા સહિત કુલ 17 નેતાએ મંત્રીપદના શપથ લીધા છે.





ભાજપ તરફથી શાહનવાઝ હુસૈન, સમ્રાટ ચૌધરી, સુભાષ સિંહ, આલોક રંજન ઝા, પ્રમોદ કુમાર, જનક રામ, નારાયણ પ્રસાદ, નિતિન નવીન, નીરજ સિંહ બબલૂને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેડીયૂ તરફથી પૂર્વ મંત્રી શ્રવણ કુમારને ફરી એક વખત મંત્રી બનાવાયા છે. આ સિવાય લેસી સિંહ, સંજય ઝા, મદન સહેનીને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે.
આ મંત્રિમંડળ વિસ્તારમાં એનડીએમાં સામેલ હિંદુસ્તાની આવામ મોર્ચા હમ અને વિકાસશીલ ઈંસાન પાર્ટીમાંથી કોઈને મંત્રી નથી બનાવાયા. નીતીશ કુમારે 14 મંત્રીઓ સાથે ગત વર્ષે 16 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં મંત્રી બનેલા મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ અટકળો ચાલતી હતા.