ગોવા: કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા 3 ધારાસભ્યોએ લીધા મંત્રી પદના શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jul 2019 04:46 PM (IST)
પણજી: ગોવામાં હાલમાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાંપણજી: ગોવામાં હાલમાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા 10 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. સામેલ થયેલા 10 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા.
પણજી: ગોવામાં હાલમાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા 10 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે જ પૂર્વ ડેપ્યૂટી સ્પીકર માઈકલ લોબોએ પણ આજે મંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ કરનારા ધારાસભ્યોમાં ફ્લિપ નારી રોડ્રિગ્સ, જેનિફર મોનસેરાતે અને ચંદ્રકાંત કવલકા છે. ગોવામાં કુલ 40 વિધાનસભા બેઠકો છે. કૉગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થતા તેની સંખ્યા 27 થઈ ગઈ છે. બહુમત માટે 21 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. હાલના સમયમાં કૉંગ્રેસ પાસે 5, જેએફપી પાસે 3, એનસીપી અને એમજીપી પાસે 1-1 અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે. ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન કરી રહ્યા છે.